અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો રોજે રોજ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 7 દિવસમાં સુરતમાંથી 26 વ્યક્તિના મોત નીપજ્યાં છે. મૃતકોની ઉંમર મોટાભાગે 40થી ઓછી હોવાથી હાહાકાર મચી ગયો છે. હાલના સમયમાં અચાનક મોત થવા પાછળના તમામ જવાબદાર કારણો જોવા મળી રહ્યાં છે. ત્યારે ખોરાક, હવા અને પાણી સહિતના પ્રદૂષણ પણ આ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
01
સુરતના સરથાણા પુરસોત્તમ નગરમાં રહેતો ૨૨ વર્ષનો જય રમેશ બરવાડીયા કેટલાક દિવસથી બિમારીથી પીડાતો હતો. દરમિયાન ગત રાતે તે ઘરમાં જ ઢળી પડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
02
ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતો ૩૮ વર્ષના ચિતામણી ઇશ્વરભાઇ પસરતે શનિવારે સવારે પરવત ગામમાં આરોગ્ય કેન્દ્ર પાસે પગપાળો પસાર થતો હતો. તે વેળાએ તેને એકાએક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. આ અંગે ૧૦૮ને જાણ કરતા ત્યાં એમ્બ્યુલન્સ ધસી આવી હતી અને તેના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. તે મોચી કામ કરતો હતો.
03
પુણામાં કલ્યાણનગર સામે ઝુપડપટ્ટીમાં રહેતી 25 વર્ષીય નિકિતા અરવિંદ પંચોલી આજે સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
04
સચીનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ટી.એફ.ઓ ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો 32 વષીય વિમલેશકુમાર ઉદય નારાયણ પાલ આજે બપોરે ત્યાં કામ કરીને બપોરે જમવા માટે રૂમમાં ગયો હતો. ત્યાં સ્નાન કરીને જમવાની તૈયારી કરતો હતો. તે સમયે અચાનક તબિયત બગાડતા ઢળી પડયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશમાં કાનપુરનો વતની હતો.
05
ડીંડોલીમાં નવાગામમાં મોદી સ્ટ્રીટમાં રહેતો 45 વર્ષના રમેશ ભગુભાઈ રાઠોડ લિંબાયતમાં દુભાર્લ ખાતે એસ.કે નગરમાં પગપાળો પસાર થતો હતો. ત્યારે અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે 108ને જાણ કરતા ત્યાં એમ્બ્યુલન્સ પસીને તેને સ્ટાફે મૃત જાહેર કર્યો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે મજુરી કામ કરતો હતો.
07
ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટી ખાતે રહેતા 38 વર્ષીય ચિંતામણ ઈશ્વર ફતપુરે મજુરી કામ કરતા હતા. શનિવારે સવારે પરવટ ગામ આરોગ્ય કેન્દ્ર પાસે અચાનક બેભાન થયા બાદ તેમનું મોત થયું હતું
08
કોસાડ આવાસમાં H-1માં 38 વર્ષીય મુકેશ શંકરભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. તે છેલ્લા ઘણાં સમયથી બેકાર ઘરે બેસી રહેતો હતો. તેમજ તેની માતા અન્ય લોકોના ઘરમાં ઘર કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. કાલે રાત્રે મુકેશ ઘરમાં બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેને 108 એમબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
09
મૂળ ઉત્તરપ્રદેશના વતની શિવમ નરેશ પટેલ સુરત આવીને ડિંડોલી માર્ક પોઇન્ટ પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો હતો. તે ડાઇંગ મિલમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે બપોરે શિવમ ઘરમાં આરામ કરવા માટે સૂઈ ગયો હતો. ત્યારબાદ પત્ની શીતલ તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે ઉઠ્યો નહિ હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
10
રાજસ્થાનના વતની અને હાલ ગૌરવપથ રોડ આવેલ પ્રિસ્ટેજ રેવાન્ટા રેસીડેન્સીમાં મદનલાલ મુદિટલાલ શૈની ગામના મિત્રો સાથે રહેતો હતો. તે ટાઈલ્સ ફીટિંગ કરવાનું કામ કરીને વતનમાં રહેતા પરીવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે રાત્રે તે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન ગુરુવારે સવારે તેના દિનેશ નામના મિત્રે તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.