Satya Tv News

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરીટેબલ, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.શ્રી રામ ચેરીટેબલના શૈલેન્દ્ર પટેલ, સંતોષ પાસવાન અને જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રકટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે. મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને ત્રીસ લાખનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે જે વળતર ખૂબ ઓછું છે. ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાતિય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાતિય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકકોથી વંચિત રાખવામાં આવે છે. અકસ્માત બાબતે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

error: