સુરત જિલ્લા ના ઓલપાડના અટોદરા ગામની હદમાં આવેલી સ્વર્ગ રેસીડેન્સીમાં ઘર આંગણે રમી રહેલી અઢી વર્ષની બાળકી પર પડોશી ની કાર ચઢી જતા બાળકી ગંભીર રીતે ઘવાતા ખુદ પડોશી કાર ચાલાક જ બાળકીને ગંભીર હાલત ઓલપાડ સારવાર માટે પોહ્ચ્યો હતો જોકે ગંભીર ઇજાના કારણે બાળકીનું કરુણ મોત થઇ જતા બાળકીના માતા પિતા સોકમાં સરી પડ્યા હતા. અને પડોશી યુવકની બેદરકારીના કારણે હસતા રમતા પરિવાર ની ફૂલ જેવી બાળકી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે ઓલપાડ પોલીસે પડોશી કાર ચાલાક ને ગણતરીના કલાકમાં ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. પરંતુ સવાલ એ થાય છે કે આરોપી યુવક ને કાયદો ગંભીર બેદરકારીની સજા પણ આપશે પણ ફૂલ જેવી માસુમ બાળકી પાછી તો નથી આવવાની.