Satya Tv News

ડેડીયાપાડા તાલુકા ની પ્રસિદ્ધ સંસ્કાર વિધાલય એ ગરૂડેશ્વર ખાતે યોજાયેલ જીલ્લા લેવલ ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં પ્રથમ નંબર મેળવી હવે ગુજરાત રાજ્ય લેવલ એ પહોંચી શાળાનું નામ રોશન કર્યું છે. વસાવા મહેક, વસાવા શ્રેયાંશી, અને વૈષ્ણવ ધ્વનિ સાથે નિલેશભાઈ એ સહાયક શિક્ષક તરીકે ભૂમિકા ભજવી મિલેટ્ઝ (ધાન્ય) પ્રોજેક્ટ બનાવી સફળ કર્યો હતો. જેમાં શાળા ના તમામ શિક્ષકો એ અલગ અલગ વાનગી બનાવી સહકાર આપ્યો હતો તે બદલ શાળા ટ્રસ્ટી શ્રી ધનંજય શાહ, હિતેષભાઇ દરજી (એડવોકેટ) તથા આચાર્ય મેહુલ પરમાર અને શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: