જબુંસર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના પીઆઈના એ.વી.પાનમીયાએ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વિતરણ ન કરે તે માટે સ્ટાફને સુચનાઓ આપી હતી. આ અનુસંધાને જબુંસર પોલીસ મથકનો સ્ટાફ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માહિતીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા. જેમાં કિશન વાઘેલા નામના વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.4200ની કિંમતના દોરાના 21 ફિરકા કબ્જે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.