Satya Tv News

હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.અમદાવાદ શહેરની 451 શાળાઓનાં સમયમાં ફેરફારનો અમલ શરૂ કરાયો છે. આગામી તા. 15 જાન્યુઆરી સુધી શાળાઓનો સમય સવારે 7.55 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠંડીનું જોર વધી રહ્યું હોવાથી વાલીઓએ શાળાઓનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

error: