Satya Tv News

ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

લક્ઝરી બસના ડ્રાઇવર વલ્લભભાઈ સોન્ડાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી બસ સુરતથી રાજુલા આવતી હતી. આખી બસ પેસેન્જરથી ફુલ ભરેલી હતી. આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઇડમાં ઊભું હતું પણ કોઇ પથ્થરો મૂકેલા ન હતા, જેથી મારું ધ્યાન નહોતું ગયું. નજીક જતાં અચાનક મારું ધ્યાન ગયું એટલે મેં ટ્રાય કર્યો પણ પછી બસ કાબૂમાં રહે એમ નહોતી એટલે આ દુર્ઘટના ઘટી છે.

error: