Satya Tv News

આજે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે આ બિલ સદનના પટલ પર રજૂ કર્યું. આ બિલને સંવિધાન બિલ 2024 નામ આપવામાં આવ્યું છે. સરકાર આ બિલને રજૂ કર્યા બાદ સંસદની સંયુક્ત સમિતિ (JPC) પાસે મોકલવાની ભલામણ કરી રહી છે. ભાજપે પોતાના સાંસદોને વ્હિપ પણ ઈશ્યું કર્યો હતો.

બીજી બાજુ કોંગ્રેસે પણ સવારે ઈમરજન્સી બેઠક બોલાવી અને ત્રણ લાઈનનો વ્હિપ બહાર પાડ્યો હતો. વિપક્ષ સતત વન નેશન વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. હાલ લોકસભામાં હવે કાર્યવાહી હંગામેદાર રહેવાના એંધાણ છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે વિરોધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે એક પ્રકારે આ બંધારણને ખતમ કરવાનું વધુ એક ષડયંત્ર પણ છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે આ કોઈ પાર્ટીનો નહીં પરંતુ દેશનો મુદ્દો છે. દેશ જોશે કે કોંગ્રેસ હંમેશા કેવી નેગેટિવ રહે છે. દેશ આઝાદ થયો તો દેશમાં એક દેશ એક ચૂંટણી હતી. પરંતુ કોંગ્રેસે તેને પોતાની રીતે બદલી નાખ્યું. દેશમાં હંમેશા ચૂંટણી થતી રહે છે જેનાથી દેશને ખુબ નુકસાન થાય છે.

error: