Satya Tv News

વડોદરાના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રે 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. બનાવના 24 દિવસ બાદ આરોપીની અટક કરી માત્ર સાડા ત્રણ કલાકમાં છોડી દીધો હતો. એટલું જ નહીં પોલીસે વૈભવી કારને પણ કબ્જે ન કરી ગંભીર બેદરકારી દર્શાવી હતી.મૃતકના પરિવારે આક્ષેપો કર્યા હતા કે, મોટા ગજાના બિલ્ડરનો પુત્ર હોવાથી મામલો દબાવી દેવાયો છે. જોકે મોડે-મોડે ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાને આ મામલો આવતાં તપાસ શરૂ કરાઈ છે. બિલ્ડર મુકેશ સોરઠિયાના પુત્ર પિનાંક સોરઠિયાએ હિટ એન્ડ રનનો ગુનો કર્યો હતો.આરોપીને સજા મળવી જ જોઈએ. આરોપીને 12 મહિના પણ સજા કરો તો તેને ખબર પડે કે, આવી રીતે કાર ન ચલાવાય. અકસ્માત કર્યા બાદ જો તે ત્યાં ઊભો રહ્યો હોત તો પણ કદાચ વૃદ્ધનું જીવ બચી ગયાે હોત, પરંતુ તે સ્થળ પર ઊભો જ નથી રહ્યો.

error: