ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.આ સમયે ત્યાથી પસાર થતા લોકો દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.