Satya Tv News

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહીત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-૨જી ડીસેમ્બરથી 3જી ડીસેમ્બર વચ્ચે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી 8.33 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીમાં જાણીતી સિકલીગર ગેંગનો સતવંતસીંગ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવા સાથે હાલ તે ભરૂચની કસક નવી નગરી પાસેના ખુલ્લા મેદાનમાં આંટાફેરા કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કસક નવી નગરીમાં રહેતો સતવંતસીંગ ઉર્ફે સંતુ ગુરુદાસસિંગ ટાંકને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા પોતાનો સાળો સોનુસિંગ અંધેતી સાથે આજથી આશરે પંદરેક દિવસ પહેલા રાત્રીના સમયે અંક્લેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાન દરવાજાનો લોક તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ફોન મળી કુલ 10 હજારના મુદ્દામાલ કબજે કરી ઘરફોડ ચોર સાલા અને સસરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી એવી છે કે જાણીતી સિકલીગર ગેંગનો સભ્ય છે અને ભુતકાળમાં ઘણી વખત ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે. આ સિકલીગર ગેંગ ઘરના તથા દુરના સગા- સ્નેહીજનો સાથે રાત્રી દરમ્યાન ઘરફોડ કરે છે અને ચોરી કરવા સોસાયટીઓમાં ચોરી થઇ શકે તેવા મકાનોની રેકી કરી, મકાનને ટાર્ગેટ કરી, લોખંડના હથીયાર વડે નકુચો તોડી ઘરમાં પ્રવેશી, ઘરફોડ ચોરીને અંજામ આપે છે અને ચોરીમાંથી મળેલ મુદ્દામાલ પોતાના અંગત સગાઓને વેચવા માટે આપી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

error: