બનાસકાંઠાના થરાદ સારવાર કરાવી એક જ બાઇક ઉપર 4 લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ આર્મીની ગાડીએ પાછળથી બાઇકને મારી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાઈક સવાર અને ત્રણ વર્ષની બાળકીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. થરાદ પોલીસે આર્મીની ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.