અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.રૂપેણ બારોટ નામના યુવકે પોતાની પત્ની સાથે થયેલા છુટાછેડાનો બદલો લેવા માટે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. બે યુવકોની મદદ લઈ આ પાર્સલ બ્લાસ્ટ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યા હતો. આ પાર્સલ રૂપેણ બારોટ નામના યુવકે મોકલાવ્યું હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. આ છુટાછેડા પત્નીના માનેલા ભાઈ બળદેવભાઈના કારણે થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો. જેથી રૂપેણે બારોટે બદલો લેવા માટે ગૌરવ અને અન્ય એક વ્યકિતને પાર્સલ સાથે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. ભૂતકાળમાં પણ બળદેવભાઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.