મહારાષ્ટ્રના પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ડમ્પર ચડી જવાની ઘટના સામે આવી છે, જેમાં મળતી માહિતી મુજબ આ ડમ્પરે 9 લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમાં બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે, જે બાળકોના કાકા છે. આ ઉપરાંતના 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઘટના વાઘોલીના કેસનંદ ફાટા પોલીસ સ્ટેશનની સામે રાત્રે સાડા બાર વાગ્યે બની હતી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ ડમ્પરનો ચાલક નશામાં હતો.