સુરતના વેસુમાં આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય શેલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલાં કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતા ચોંકી ઊઠી હતી.બાળકી સાથે થઈ રહેલા અડપલાંના દૃશ્યને જોઈને બૂમાબૂમ થવા લાગી હતી. મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી. મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય શેલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું હતું અને બાળકી પીંખાતી બચી હતી. આરોપી શેલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે પથ્થર ઘસવાનું કામ કરે છે.મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.