Satya Tv News

બિહારમાં પૂર્ણિયાના ડોકવા ગામમાં અરુણ મુનિ દારૂના નશામાં તોફાન કરી રહ્યો હતો. આ માટે ગામના કેટલાક લોકોએ તેને ઠપકો આપ્યો અને તેને અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું. આ બાબતે વિવાદ વધી ગયો અને અરુણ ત્યાંથી પોતાના ઘરે ગયો. ઘરે પહોંચ્યા પછી, તેણે પીકઅપ વાન ચાલુ કરી અને પૂરપાટ ઝડપે લઈ આવ્યો. આ દરમિયાન તે રસ્તાના કિનારે જે મળ્યું તે કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેણે ડઝનેક લોકોને કચડીને નાખ્યા હતા. જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા અને વધુ ત્રણ નિર્દોષ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

error: