અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વલોપાત કરતા નજરે પડ્યા હતા. અકસ્માત અંગે જી.આઈ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.