સુરત ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં DGVCL દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહ્યી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્યલાઈન પસાર થઇ રહી હતી. ત્યારે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાને પગલે તેમાં આગ લાગી ગઈ હતી. ગેસને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને નજીકમાં આવેલા મોબાઈલ, કોસ્મેટીક, કાપડ તથા કટલેરીની દુકાન પણ આગની ઝપેટમાં આવી હતી. આ દરમિયાન બિલ્ડીગમાંથી બહાર નીકળી રહેલા પરિવારના સભ્ય આગની જ્વાળાઓથી દાઝી ગયા હતા દાઝી ગયેલા પરિવારના ચાર સભ્યોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે જ્યારે માતાની હાલત ગંભીર છે.ગોડાદરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી તપાસ આરંભી હતી