Satya Tv News

જંબુસર જીઇબી ની બેદરકારીને કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો તથા મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાન
જંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડને કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આખોદ કામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે જેને લઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઈન મીઠાના પાણીની પાઇપલાઇનનો ને નુકસાન થતું હોય છે આજરોજ જીઈબી દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન નગરના અણખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઈનો તૂટી જતા તથા ગટરની લાઈનો તૂટી જતા જનતા હેરાન પરેશાન આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વાલખા મારી રહ્યું છે.ત્યારે મીઠાં પીવાના પાણીની લાઈનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ આવે તેમ જનતા ઇચ્છી રહી છે.

error: