Satya Tv News

રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટુંકાવ્યું હતું. તેણીએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.ત્યારે આ ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટપોટમ માટે મોકલવામાં આવ્યો છે. જોકે કેમ તબીબ યુવતીએ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. જેને લઇ પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

error: