ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. એવું પણ કહેવાતું હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે. આ સમાચારોએ વેગ પકડ્યો જ્યારે બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા ન હતા. જોકે, ઐશ અને અભિષેકે આ અફવાઓ પર ક્યારેય કોઈ વાત કરી નથી. પણ એક ફન્કશનમાં બન્નેએ એકબીજાની સાથે આવીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધુ.કપલ તેમની દીકરી આરાધ્યાના સ્કૂલ ફન્કસનમાં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર ઐશ અને અભિષેક ફરી એકવાર તેમની પુત્રી આરાધ્યા સાથે જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ ન્યૂયર પાર્ટી મનાવા ગયા હતા જે બાદ એરપોર્ટ પર સાથે દેખાતા પાપારાઝી સામે પોઝ આપ્યા હતા. હવે બધુ બરાબર છ તેમ જાણીને ફેન્સ ખૂબ જ ખુશ છે.