કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર હરણ જ્યાં રાખેલા છે ત્યાં જઈ ચઢ્યો હતો.એણે એક પછી એક 8 જેટલાં કાળિયાર હરણોનો શિકાર કરતા તમામના મૃત્યુ નિપજયા હતા.દીપડો ઘુસી ગયો હતો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કિપરોમાં નાસ ભાગ મચી હતી, તેઓ દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે નજીકના ગેજમાં સંતાઈ ગયા હતા.જો કે એનિમલ કીપરોએ બુમા બુમ કરી મુકતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો.હવે એ દીપડો હજુ જંગલ સફારી પાર્કમાં જ છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે એ હજુ જાણવા મળ્યું નથી.
સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો.આખો વિસ્તાર સી.સી.ટી.વી થી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે.આ ઘટનાનો અમે વાઇલ્ડ લાઈફ પી.સી.સી.એફ અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે.જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ બહારના જંગલ માંથી દીપડો ઘુસી જતો હોય તો આ જોતાં સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ અને અંદર કામ કરતાં કર્મચારીઓનો જીવ જરૂર જોખમમાં છે એમ કહી શકાય.આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હજુ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.