વાગરા તાલુકાનાં કડોદરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી અવાર નવાર પોતાની પંચાયત ઓફીસમાં ગેરહાજર રહેતા હોવાની અનેકવાર રાવ ઉઠવા પામી છે તેમજ આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચની લઈ તાલુકા વિકાસ અધિકારી સુધી રજુઆત તેમજ લેખિત ફરીયાદ કરવા છતાં પાયલબેન ચૌધરી પોતાની ઓફીસમાં હાજર જ ન થતાં હોય તેમ ગ્રામજનોએ જણાવેલ હતું.
પાયલબેન ચૌધરી પોતાની કાર્યશૈલીથી વિપરીત કામ કરતા હોય પોતે પોતાની ઓફીસમાં હાજર ન હોય અને કોઈ ગ્રામજન કે ફરીયાદી પોતાની ફરીયાદ કે રજુઆત લઈને આવે તો પાયલબેનની ઓફીસમાં તાળાબંધી હોય અને તેઓને પોતાના મોબાઈલ ઉપર ફોન કરવામાં આવે તો પાયલબેન પોતે રૌદ્રરૂપ ધારણ કરી અરજદાર કે ફરીયાદીને પોતે ઓફીસમાં આવી રજુઆત કરવી કોઈપણ રજુઆત ફોન પર ન કરવી હું હાજર નથી પરંતુ તમે મને આ રીતે ફોન કરી હેરાન પરેશાન ન કરો નહીં તો મારે તમારી વિરુધ્ધ પોલીસમાં ફરીયાદ કરવી પડશે તેવી ચીમકીઓ ઉચ્ચારતા હોય જેઓની સામે ગ્રામના સરપંચ અને હવે તો તાલુકા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરવામાં આવી છે. જો કે આ ફરીયાદ કરવા બાદ પણ પાયલબેન ચૌધરી પોતાના કામના સમય દરમ્યાન પણ પોતાની કચેરીમાં હાજર થતાં ન હોય આવનાર દિવસમાં પીએમઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત ફરીયાદ કરવામાં આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
આ અગાઉ પણ ૧પમી ઓગષ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં કોઈપણ કારણ દર્શાવ્યા વગર ધ્વજવંદન કાર્યક્રમમાં પોતે ગેરહાજર રહયા હતા. જો કે આવનાર દિવસમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવે તો નવાઈ પામવા જેવી બાબત નથી…
વિડિઓ જર્નલિસ્ટ સહદેવ ગોહિલ સત્યા ટીવી વાગરા