Satya Tv News

આ વાઈરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં બંને કેસ કર્ણાટકના છે. સંક્રમિતોમાં એક 8 મહિનાના બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમણે તેમની લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું નથી. રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે.બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાઈરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

HMPVના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

error: