Satya Tv News

ભરૂચના લાલબજાર વિસ્તારમાં રહેતાં યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ ગોલ્ડનબ્રિજ નજીકથી મળ્યો હતો. મૃતકે કયાં કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. ભરૂચ – અંકલેશ્વર ને જોડતાનર્મદા મૈયા બ્રિજ પર પુનઃ એકવાર સુસાઇડ પોઇન્ટ બન્યો છે. ભરૂચ ના લાલ બજાર ખાતે રહેતા 25 વર્ષીય નોકરિયાત યુવક અબ્દુલ કાદર અકબરી શ્યામવાલાએ બે દિવસ પૂર્વે રાત્રી ના નર્મદા મૈયા બ્રિજ પર પોતાની બાઈક બેગ લેપટોપ મૂકી નર્મદા નદીમાંઝંપલાવ્યું હતું.યુવક બાઈક તેમજ કિંમતી સમાન પરિવાર ને સંપર્ક કરી પરત કર્યો હતો. જે બાદ છેલ્લા બે દિવસ થીનર્મદા નદી માં મૃતદેહ શોધવા ની તજવીજ શરુ કરી હતી.આખરે સોમવાર નારોજ બપોરે મળી આવ્યો હતો. જે મૃતદેહને બહાર કાઢી પરિવારનેપોલીસ નેજાણ કરતા લોકો દોડી આવ્યા હતા.ત્યાં પરિવારના આક્રન્દથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

error: