વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની યુવતી બોરવેલમાં પડી જતાં સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જોકે, ચિંતાની વાત એ છે કે, સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. જોકે, હાલ યુવતી 100 ફૂટ જ દૂર છે. નજીકના સમયમાં જ યુવતી બહાર આવે તેવી શક્યતા છે.