રૂપિયામાં મજબૂતી વચ્ચે સોના અને ચાંદીના ભાવોમાં આજે મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં મંગળવારે સોના અને ચાંદીમાં ઉતાર ચડાવ જોવા મળ્યો. જ્યારે શરાફા બજારમાં આજે સોનું અને ચાંદી તેજીમાં જોવા મળ્યા છે. સોનામાં ભારે ઉતાર ચડાવના પગલે કિંમતી ધાતુઓના આજના ભાવ ખાસ જાણો. MCX પર સોનું 77,200 રૂપિયાની ઉપર હતું જ્યારે ચાંદી 90,500 પાસે ચાલી રહી હતી. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,650ની આસપાસ જોવા મળ્યું. બોન્ડ યીલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે અને એક અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. ડોલર ઈન્ડેક્સ નબળા છે અને 109ની નીચે આવી ગયા છે. આ બધા વચ્ચે સતત નબળો પડી રહેલો રૂપિયો મંગળવારે 85.67/$ સુધી ચડી ગયો.
વાયદા બજાર (MCX) પર આજે સવારે 10 વાગ્યાની આસપાસ સોનું 20 રૂપિયાના મામૂલી વધારા સાથે 77,178 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 77,158 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી આજે 29 રૂપિયાના ઘટાડા સાથે 90,525 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. જે કાલે 90,554 રૂપિયા પર બંધ થઈ હતી.