Satya Tv News

દેડિયાપાડા તાલુકાના ICDS ઘટક 1 ના ખૈડીપાડા તથા સેજપુર -1 સેજા કક્ષાની આજ રોજ તા.07/01/2025 ને મંગળવાર નાં રોજ પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત THR બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃ શક્તિ, મિલેટ્સ તથા સરગવા માંથી બનતી વાનગીની સ્પર્ધા યોજાઇ હતી.

જેમાં આંગણવાડી બહેનો તથા લાભાર્થી કિશોરીઓ અને માતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી, જેમાં સેજપુરનાં ડેપ્યુટી સરપંચશ્રી, તલાટી કમમંત્રીશ્રી, મેડિકલ ઓફિસર, મિશન મંગલમ્ ના ભાઈઓ, સેજપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, ICDS સુપરવાઈઝર સુ.શ્રી.નિકિતાબેન પરમાર સહિત આંગણવાડી ના કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝર સુ.શ્રી.નિકિતાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ લોકો THR અને મિલેટ્સનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. વાનગી સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ વાનગી બનાવેલ પ્રતિયોગીને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા હતા. કાર્યક્રમ બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ નિહાળ્યો હતો અને આ સમગ્ર પ્રોગ્રામ સુપરવાઈઝર સુ.શ્રી.નિકિતાબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક થયો.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: