Satya Tv News

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જ્યાં તેમને સારવાર મળી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસમાં પાનોલી પોલીસ ચલાવી રહી છે.
મૃતકોનાં નામ
તાહીર શેખ (ઉ.વ. 32)
આયર્ન ચોગલે (ઉ.વ.23)
મુદ્દસરન જાટ (ઉ.વ.25)

error: