Satya Tv News

લોકપ્રિય ટીવી સ્ટાર હોસ્પિટલમાં દાખલ છે. ગુરુચરણ સિંહે હોસ્પિટલના બેડમાંથી પોતાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોયા બાદ ચાહકો ચિંતત થઈ રહ્યા છે. મંગળવાર 7 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી તેમણે એક વીડિયો શેર કર્યો છે. આ સાથે હેલ્થ અપટેડ પણ આપ્યું છે. તારક મહેતા ફેમ અભિનેતાની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે સ્વસ્થ છે.

વીડિયો પર કોમેન્ટ કરી અનેક યુઝર્સે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોએ ગુરુચરણ સિંહનું સ્વાસ્થ જોઈ ચિંતા જાહેર કરી છે. તો કેટલાકે અભિનેતાના ખબર-અંતર પુછ્યા કે, તે જલ્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે જાય. વીડિયોમાં ગુરુચરણ સિંહ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. તેના હાથમાં ડ્રિપ લાગેલી છે. તે હજુ બીમાર લાગી રહ્યો છે. તેમણે પોતાના વીડિયોમાં એ પણ જાણકારી આપી કે, તેને શું થયું છે અને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતાએ કહ્યું કે, તે જલ્દી આના વિશે જાણકારી આપશે.

error: