Satya Tv News

ભરૂચ શહેરના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાં ભરેલાં મેટલો નીચે રોડ પડવા લાગ્યાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા તો થઇ ન હતી. પરંતુ રોડ પર મેટલ પથરાઇ જવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળા નીચેથી પસાર થતાં લોકો પર ઉપરથી પથ્થરો ( મેન્ટલ) પડતાં લોકો અચાનક ચોંકી ગયાં હતાં. કસક ગરનાળા પરથી મેન્ટલ ભરેલી એક માલગાડી પસાર થઇ રહી હતી. દરમિયાનમાં કોઇ કારણસર તેમાંથી મેન્ટલના પત્થર નીચે પડવા લાગ્યાં હતાં,સદનશીબે નીચેથી પસાર થતાં વાહન ચાલકો પૈકીના કોઇને કોઇ પણ પ્રકારની ઇજાઓ થઇ ન હતી. જોકે, રોડ પર પડેલાં મેન્ટલના કારણે ત્યાંથી પસાર થતાં વાહનોને અવર-જવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘટનાના પગે પાલિકા વિભાગમાંથી માણસોને બોલાવી રોડ પરના મેન્ટલ દૂર કરાતાં સુચારૂ વાહન વ્યવહાર પુન :શરૂ થઇ ગયો હતો.

error: