Satya Tv News

મહારાષ્ટ્રના શેગાંવ તાલુકાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે દરેક વ્યક્તિ ટકલા થઈ રહ્યા છે, ત્યાં સુધી કે મહિલાઓ પણ તેનો શિકાર બની રહી છે.આ બીમારી કઇ છે, તે હજુ જાણી શકાયું નથી. આ રોગ આનુવંશિક છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં જઈને સર્વે પૂર્ણ કર્યો છે. સાથે જ પાણીના સેમ્પલ પણ લઇ લીધા છે.

આ રોગના પહેલા દિવસે વ્યક્તિને માથામાં ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસથી વાળ હાથમાં આવવા લાગે છે અને ત્રીજા દિવસે દર્દીને ટાલ પડી જાય છે.આ રોગથી સૌથી વધુ મહિલાઓ પીડિત છે. મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા લાગ્યા છે.અચાનક ફેલાતા રોગથી આરોગ્ય વિભાગ પણ આશ્ચર્યચકિત છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિપાલી માલવડકરે આ અંગેની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય વહીવટીતંત્રને આપી છે. ત્યાં ગ્રામજનોએ આ રોગનો વહેલી તકે ઈલાજ શોધવાની માગ કરી છે.

error: