Satya Tv News

ઉત્તરાયણ પહેલા રાજકોટથી સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતંગ લેવા જતાં 11 વર્ષના બાળકનું કંપાવી દેનારું મોત થયુ છે. રાજકોટના શાપરમાં રહેતો બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. તે ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતો હતો. વીજ લાઈન ચાલુ હોવાથી તેને તરત જ કરંટ લાગ્યો અને કિશોર સ્થળ પર જ ભડથું થઇ ગયો હતો. આ ઘટનામાં પુષ્પવીર શર્મા નામના કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી કિશોરનું કમકમાટી ભર્યું મોત થતા ચકચાર મચી ગઇ છે. બાળકના પરિવારમાં તહેવાર પહેલા જ આવી ઘટનાથી શોકનું મોજુ ફરી વળ્યુ છે.

error: