ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ ભારતની કુખ્યાત ત્રિચી ગેંગ ઝડપી પાડી છે. ત્રિચી ગેંગે અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપ્યો છે. ગિલોલથી કાચ તોડી ચોરી કરવામાં આ ગેંગ માહીર હોવાનું સામે આવ્યું હતુ. ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ કરાઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના 25 ગુનાનો ભેદ ઉકેલાયો છે. લેપટોપ, આઈફોન, ટેબ્લેટ સહિત 29 ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે 10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.ત્રણ પેઢીથી ચોરી કરતી ત્રિચી ગેંગ ખતરનાક છે. આ ગેંગના સાગરીતો દ્વારા જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં ચોરી કરવાનો પ્રયત્નો કર્યો હતો. પરંતુ હાઈ સિક્યોરિટી હોવાના કારણે ચોરીને અંજામ આપવામાં નિષ્ફળ નિવળ્યા હતા. કુખ્યાત જગન બાલા સુબ્રમણ્યમ ત્રિચી ગેંગનો લીડર છે. ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ વિસ્તારમાંથી 12 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત સહિત 25 ગુનાનો ભેદ ઉકેલાયો છે.