Satya Tv News

વડોદરામાં ઉત્તરાયણ પર્વે પિપૂડા વગાડનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પીપૂડુ વગાડતા 5 વર્ષના બાળકની શ્વાસનળીમાં વ્હીસલ ફસાઈ ગઈ હતી. દાહોદ ખાતે રહેતો પાંચ વર્ષનો જયંત તડવી વ્હિસલ વગાડતો હતો ત્યારે શ્વાસ અચાનક અંદર ખેંચતા વ્હિસલ સીધી શ્વાસનળીમાં ઊતરી ગઈ હતી. બાળકને શ્વાસ લેવામાં પડતી પડતા તેને સારવાર માટે SSG હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વ્હિસલ બાળકના શ્વસનનળીમાં ફસાઈ ગઈ હોવાનું નિદાન થયું હતું.તબીબોએ બાળકની શ્વસનનળીમાંથી વ્હિસલ બહાર કાઢવા માટે બોન્કોસ્કોપી કરવાનો નિર્ણય લીધો હતો. SSGના ઈએનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા સફળ સર્જરી કરી શ્વસનનળીમાં ફસાઈ ગયેલી વ્હિસલ સાવધાની પૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું.

error: