ઘણા સમયથી સભ્ય સમાજમાં રહેલા વિવિધ સંબંધોમાં તિરાડ આવતા અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે યુવાનનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. પત્નીએ યુવાનને કહ્યું કે તું હાલને હાલ મરી જા, આત્મહત્યા કરતા પહેલા યુવાને પોતાના મિત્રને વીડિયો રેકોર્ડિંગ કરીને મોકલ્યું હતું. તો બીજી તરફ રાણીપ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.