Satya Tv News

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો. આ દરમ્યાન ગત 4 જાન્યુઆરીના રોજ ગેમમાં હારી જતાં તે ઘેરા આઘાતમાં આવી ગયો હતો.મોબાઈલ ગેમમાં મળેલી હારને કારણે આવેશમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ગંભીર હાલતમાં કિશોરને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

error: