Satya Tv News

સલમાન ખાનની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપાયેલી નથી. સલમાન ખાન સતત 30 વર્ષથી ફિલ્મોમાં સક્રિય છે અને તેમના હજારો ફેન છે. સલમાન ખાનને અનેક વાર મારી નાખવાની ધમકી પણ મળી છે, જેના કારણે તેમનો ફેન સમીર, જે મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં રહે છે, તે ઘરેથી સાયકલ પર દિલ્હી પહોંચ્યો હતો. સૌ પ્રથમ તે વડાપ્રધાનના કાર્યાલય તરફ ગયો, જ્યાં તેણે સલમાન ખાનની સુરક્ષા માટે અપીલ કરી હતી. સમીરે કહ્યું કે, ‘આપણે સારા કામ કરનાર વ્યક્તિને આપણો આદર્શ માનવો જોઈએ, ન કે ગુંડા’.આ કડકડતી ઠંડીમાં સાઇકલ પર સમીરે 1,000 કિલોમીટરમાંથી વધુનો પ્રવાસ કર્યો છે. તે વડાપ્રધાનના કાર્યાલય બાદ મુંબઈ જઈને સલમાન ખાનને પણ મળ્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. સમીરે થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના જબલપુર શહેરથી તેની યાત્રા શરૂ કરી હતી. પહેલા જબલપુરથી નવી દિલ્હી સુધી સાઇકલ ચલાવી હતી.

સમીરે મુંબઈ તરફ મુસાફરી કરવાનું શરૂ કર્યું અને 6 દિવસ સુધી સાયકલ ચલાવવાનું ચાલુ રાખ્યું. આ પછી સમીર મુંબઈ પહોંચ્યો અને સલમાન ખાનના ઘરની બહાર ઊભો રહ્યો . જ્યારે સલમાન ખાનને આ વાતની જાણ થઈ તો તેણે પણ સમીરને મળવામાં મોડું કર્યું નહીં. સલમાન ખાન તરત જ તેના ઘરેથી નીચે આવ્યો અને સમીરને મળ્યો અને તેના વખાણ કર્યા. સલમાન ખાને પોતાના જબરા ફેન સાથે એક તસવીર માટે પોઝ પણ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરે જ ચાહકોને ઉત્સાહિત કર્યા હતા.

error: