
કૃષ્ણ ભૂમિ બેટદ્વારકા ડિમોલેશનના દાદાનું બલ્ડોઝાર ફરી વળ્યું છે. સમગ્ર બેટદ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે. 36,900 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 19,35,72,000 એટલી ગણવામાં આવી રહી છે. જેમાં 144 રહેણાક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. ગેસ્ટ ફ્રોમ માર્સના નામના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરાઈ છે. જેમાં લખાયું છે કે, બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું. બેટ દ્વારકામાં હંમેશા યાદ રાખશે. જે તમે આપ્યું છે તમે જે આપ્યું છે તે જનતા અને બાળકો હંમેશા યાદ રાખશે. કોણે ધમકી આપી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. કૃષ્ણની જમીનમાં કોઈ ગેરકાયદેસર અતિક્રમણ થવા દેશે નહીં. અમારી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે.