Satya Tv News

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલ એ જણાવ્યું હતું કે, સવારે 4:30 વાગ્યે મે મારા પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો હતો. જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી. જેથી અમે તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને પોલીસ તુરંત જ આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ પહેલા વિદ્યાર્થીઓને મેસેજ કરીને સ્કૂલમાં ન આવવા માટે જણાવી દેવાયું હતું. પોલીસનું ક્લિયરન્સ મળતા જ સ્કૂલ ચાલુ કરી દેવામાં આવશે.

ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ નવરચના યુનિવર્સિટી ખાતે પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો અંદર ગઈ છે. યુનિવર્સિટીની બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો છે. સ્કૂલ બસોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક એમ્બ્યુલન્સ પણ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચી ગઈ છે. બોમ્બની અફવા વચ્ચે પોલીસકર્મીઓ નવરચના યુનિવર્સિટી ગેટ બહાર નાસ્તો કરી રહી હતી. પોલીસને ઘટનાની કોઈ ગંભીરતા ન હોય તે પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

error: