
છેલ્લા કેટલાક મહિના ભારતીય ક્રિકેટરો માટે વ્યક્તિગત રીતે સારા રહ્યા નથી. હાર્દિક પંડ્યાના ગયા વર્ષે છૂટાછેડા થયા હતા. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના અલગ થવાના સમાચાર સતત આવી રહ્યા છે. હવે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ વિશે પણ આવો જ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર છેલ્લા કેટલાક દિવસોથી તેમની પત્ની વિશે કંઈ પોસ્ટ કરવામાં આવ્યું નથી અને બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધા છે, જેના કારણે હવે તેમના બંનેના ડિવોર્સની અફવાઓ ફેલાઈ રહી છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેહવાગ અને તેની પત્ની આરતીનો લગભગ 21 વર્ષ જૂનો સંબંધ તૂટવાની આરે છે અને બંને એકબીજાથી અલગ રહી રહ્યા છે.સેહવાગની તાજેતરની પોસ્ટ્સ અને અપડેટ્સમાં પણ તેની પત્ની સાથેનો કોઈ ફોટો નથી. દિવાળી પર પણ, તેમણે ફક્ત તેમના બાળકો અને માતા સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા, જ્યારે તેમની પત્ની દેખાઈ ન હતી.સેહવાગ અને તેની પત્ની આરતી છેલ્લા કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે અને ટૂંક સમયમાં તેમના છૂટાછેડા થવાની શક્યતા છે. સેહવાગ અને આરતીને બે પુત્રો છે – આર્યવીર અને વેદાંત. તેમના બંને પુત્રો પણ ક્રિકેટમાં સક્રિય છે.