Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે.રાજ્યભરમાં 12 થી 15 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. તેમજ તા. 30 અને 31 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ 5 ફેબ્રુઆરી સુધી માવઠું થાય તેવી સંભાવના છે. માવઠા વચ્ચે ઠંડા પવનો ફૂંકાશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ ફ્રેબ્રુઆરીમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે.

રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ રાજ્યમાં રાતે ઠંડી બપોરે ગરમી જેવો માહોલ રહેશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. તેમજ સામાન્ય તાપમાન ઘટતા ફરી ઠંડી અનુભવાઈ છે. 25 અને 26 જાન્યુઆરી પણ તાપમાન યથાવત રહેશે.

error: