સુરતમાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોસાડ અમરોલી સાયણ ચેક પોસ્ટ પાસે આગની ઘટના બની હતી. મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરીંગ કામ કરાવી જતી હતી. તે દરમિયાન બસમાં આગ લાગી ગઈ હતી. ડેપોમાંથી વેસુ બસ ડેપોમાં જતી હતી તે વખતે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી. મિનિટોમાં જ બસ ભડભડ સળગી ઉઠી હતી. સદનસીબે પેસેન્જરો નહિ હોવાથી જાનહાની ટળી હતી. બીજી તરફ આસપાસનો ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ પર ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન આગનો માત્ર લોખંડનો કાટમાળ જ બચ્યો હતો.