Satya Tv News

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, કિશોરીના જીવનમાં પ્રેમ સંબંધોને લઇને મનહણતા પ્રસ્થિતિઓ સર્જાઈ હતી. કિશોરીને પ્રેમી સાથે જોઈ જતા તેના મોટા ભાઈએ તેને ઠપકો આપ્યો હતો, જે કિશોરીને માઠું લાગ્યું હતું.આ વાત કિશોરીને એટલી ખરાબ લાગી હતી કે તેણે આ કદમ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.સચિન જીઆઇડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી હતી ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવને લઈને પરિવારજનો અને અન્ય લોકોમાં શોકની લહેર છે.

error: