Satya Tv News

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ અલ્પેશ સાકરિયા નામના યુવકે આપઘાત કર્યો હતો. આ ઘટનામાં મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં 10 વ્યાજખોર સામે આરોપ કરવામાં આવ્યો છે. જેમાં મૂડી કરતા વધુ વ્યાજ ચુકવી દીધાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો.અલ્પેશ કોઠારીયા રોડ ઉપર આવેલા શિવમપાર્કમાં રહેતો હતો. આ ઉપરાંત આપઘાત પહેલા છેલ્લો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે હવે મારી પાસે રૂપિયા નથી થાક્યો છું અને બધી બહેનો સુખી રહેજો એવી વાત કરી હતી. ત્યારે આ ઘટનાને લઇ પોલીસ શું કામગીરી કરે છે તે જોવુ રહ્યું.

error: