વર્ષ 2003માં ઘોડદોડ રોડ પર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિદ્ધે રૂ.13,000ની રોકડ ચોરી કરી હતી. ચોરી કર્યા પછી નરેશ ચેન્નઈ ભાગી ગયો અને ત્યાં જઈ મજૂરી શરૂ કરી. ચેન્નઈમાં મજૂરી કરતાં-કરતાં કાપડ અને સોનાનો વેપાર પણ શરૂ કર્યો. આજે તેની પાસે ચેન્નઈમાં “ન્યૂ મારુતિ જવેલર્સ” નામની દુકાન છે. આ સાથે જ કાપડનો શો-રૂમ પણ છે.સુરત પોલીસ નરેશ સુધી પહોંચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસરત હતી. PCBની ટીમ બે વાર ચેન્નઈ પહોંચી, પણ દરેક વખતે એ પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો. લોકલ પોલીસ તરફથી મળતી પૂર્વ જાણકારીને કારણે તે હંમેશા બે કદમ આગળ રહેતો.
સુરત PCBના પી.આઈ. આર.એસ. સુવેરાની ટીમે બાતમીના આધારે કતારગામ ગજેરા સર્કલ પાસે વોચ ગોઠવી. ચેન્નઈથી અમદાવાદ વિમાન દ્વારા પહોંચીને જમાઈની કારમાં સુરત આવતો નરેશ આ વખતે પોલીસના જાળમાં ફસાઈ ગયો. PCB ટીમે આરોપીને ઝડપી અને ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો. નરેશના સાથી ગણપતનાથને પણ મહિના પહેલાં જ પકડવામાં આવ્યો હતો.