Skip to main content

Satya Tv News

અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 2 ફેબ્રુઆરી બાદ પહાડો પર હિમવર્ષા થશે. તો 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. તો 3-4 ફેબ્રુઆરીએ ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે.અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમ વર્ષાની શક્યતા છે. રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે. 3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીયભાગો છાંટા પડવાની આશંકા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.

error: