Satya Tv News

બિહારના પટના જિલ્લાના કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાનના માથે આભ ફાટી પડ્યું છે. તેમના 17 વર્ષના એકના એક દીકરાએ આજે આત્મહત્યા કરીને તેની જિદગી ટૂંકાવતા નેતાને ભારે સદમો લાગ્યો છે. આયાન તેમનું એકમાત્ર સંતાન હતું અને આજે સરકારી આવાસમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.સુસાઇડની ખબર મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જો કે શવ પાસેથી હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. આ ઘટના બની ત્યારે શકીલ એહમદ બિહારથી બહાર હતા અને પુત્રના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેઓ ઘરે પરત ફરવા રવાના થઈ ગયા છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે રાતે આયાન જમીને તેના રૂમમાં ચાલ્યો ગયો હતો, સોમવારે સવારે તેનો દરવાજો ખડખડાવતા કોઈ જવાબ નહીં મળતા સિક્યોરીટી પાસે દરવાજો તોડાવ્યો હતો અને દરવાજો તૂટતાં જ આયાનનું મૃતદેહ મળતા આ અંગે તુરંત શકીલ સાહેબ અને પોલીસને સ્ટાફ દ્વારા જાણકરી આપવામાં આવી હતી, આયાન હમણાં 18 જાન્યુઆરીએ જ પટનામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મળ્યો હતો અને તેણે રાહુલ ગાંધીને એક પેઇન્ટિંગ ભઈફટ કરી હતી જેના રાહુલ ગાંધીએ વખાણ પણ કર્યા હતા. હાલ આ સુસાઇડ અંગે કોઈ જ માહિતી કે કોઈ પુરાવો કે કોઈ નોટ મળી નથી ત્યારે પોસ્ટ મોર્ટમના રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

error: