યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે, આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે.ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે, દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે. યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ.
યુનિફોર્મ સિવિલ કોડ બાદ શું બદલશે.?
- તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે
- પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર
- લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી
- લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ
- અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે
- એક કરતા વધારે લગ્ન પર રોક
- પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ
- લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત
- સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક
- તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ
- મુસ્લિમ સમૂદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે