સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મૂળ રાજસ્થાનના 34 વર્ષીય સોનલબેન અરવિંદકુમાર ગોયલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે. પતિ સુમુલ ડેરી પાર્લર ચલાવે છે જ્યારે સોનલબેન બારડોલી ખાતે આવેલી એક સ્કૂલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોનલબેનનું 2021 બાદથી વજન વધવાની શરૂઆત થઈ હતી. છેલ્લા ચાર વર્ષમાં વજન વધીને 160 કિલો સુધી પહોંચી ગયું હતું. દરમિયાન દોઢ મહિના પહેલા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા સોનલબેને તબીબોને પોતાને થતી મુશ્કેલી અંગે જાણકારી હતી.
સોનલબેને જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં જ મોટાપણાની સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું. કલાકો સુધી મારી સર્જરી ચાલી હતી અને હાલ હું એકદમ ફીટ થઈ ગઈ છું. મને હાલ પણ કોઈ સાઈડ ઈફેક્ટ કે કોઈ પ્રકારની આડઅસર થઈ નથી. સફળ સર્જરી કરનાર ડોક્ટર હરેશ ચૌહાણ અને તેમની ટીમનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને બીજું જીવન આપ્યું છે.